Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : isudaan Gadhvi attacked BJP as soon as he came out of jail

VIDEO: Devbhoomi Dwarkaમાંં હાઈવોલ્ટેજ ડ્રામા; ઈસુદાન ગઢવીએ જેલમાંથી બહાર આવતા જ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દ્વારકા જિલ્લામાં ગઈકાલે દિવસભર ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના તમામ આરોપીઓનો મોડી રાત્રે જામીન પર છુટકારો થયો છે. સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગુના હેઠળ પોલીસે તેમની અટકાયત કરી હતી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

App Store

પોલીસ સ્ટેશન બહાર કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર ભારે તંગદિલી જોવા મળી હતી. ઈસુદાન ગઢવીએ બહાર આવતાની સાથે જ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા.  જેલની બહાર આવતાની સાથે જ ઈસુદાન ગઢવી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે, પોલીસ ભાજપના ઇશારે કામ કરે છે. ત્યારે આ ઘટનાને પગલે દ્વારકા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.