દ્વારકાધીશ મંદિરમાં રંગોત્સવનો પ્રારંભ: ગુલાલ અને ફૂલોની વર્ષાથી ભક્તિમય બન્યું જગતમંદિર, જુઓ VIDEO
VIDEO: યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકાધીશનું મંદિર ભક્તિ અને વિવિધ રંગોથી છલકાઈ રહ્યું છે. દેશ-વિદેશથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોર સાથે રંગે રગાઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
ભજન-કીર્તન સાથે ભક્તિનો સંગમ
મંદિર પરિસરમાં સવારથી જ ભજન-કીર્તનની રમઝટ સાથે ઉત્સવી માહોલ જોવા મળી રહ્યો છે. અબીલ-ગુલાલ અને સુગંધિત ફૂલોની અનોખી છોળો ઉડતા સમગ્ર દ્વારકાધામ ભક્તિમય બની ગયું છે. ભક્તોના હૈયે હોળીના હરખ સાથે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લેવા ભારે ભીડ જામી રહી છે.
ફુલડોલ મહોત્સવની ઉત્સુકતા
વિશ્વપ્રસિદ્ધ ફુલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે. શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવ સાથે હોળી રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

