VIDEO: દેવભૂમિ દ્વારકા: 27 વર્ષથી ફરાર ઇનામી આરોપી એસઓજીએ ઝડપી પાડ્યો
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા એસઓજીને મોટી સફળતા મળી છે. મોટી ખાવડી નજીક નાગાર્જુન પેટ્રોલ પંપ ખાતે થયેલી લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 27 વર્ષથી ફરાર રહેલા ઇનામી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ખંભાળિયા ડેપો બહારથી વશનાભાઈ ઉર્ફે ભુરાભાઈ બિલવાલને ઝડપી પાડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી આરોપી પોલીસથી બચવા ખંભાળિયા વિસ્તારમાં મજૂરી કામ કરીને છુપાઈને રહેતો હતો. તેના પર જામનગર પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 5 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આરોપીને વધુ તપાસ માટે જામનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

