Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Devbhoomi Dwarka LCB Major Action: Fake Number Plates and R.C. An inter-state book-making gang was caught

VIDEO: દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: બનાવટી નંબર પ્લેટ અને આર.સી. બુક બનાવતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. પોલીસે એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં વડોદરા અને વલસાડ વિસ્તારમાં સક્રિય એક ટોળકી બનાવટી નંબર પ્લેટ અને નકલી દસ્તાવેજોના આધારે છેતરપિંડી આચરતી હતી. આરોપીઓ જૂની અકસ્માતગ્રસ્ત કારોના નંબર મેળવી, તે જ નંબરની નકલી પ્લેટ બનાવી ચોરીની કારમાં લગાડતા હતા. ત્યારબાદ બનાવટી આર.સી. બુક અને અન્ય દસ્તાવેજો તૈયાર કરી, ચોરીની કારને અસલી હોવાનું દર્શાવી લાખો રૂપિયામાં વેચી દેતા હતા. એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમે બાતમીના આધારે અજવા વિસ્તારમાં વોચ ગોઠવીને ૭ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં મુકેશભાઈ બજરંગલાલ સુથાર, રવિ કુમાર મિશ્રા, નૂરમિયા ઉર્ફે બબલુ, દેવાંશુ રાજપૂત, જયસુખ કાળાભાઈ વાઢેર અને હિલેરી પોલ અન્ટોનીનો સમાવેશ થાય છે. આ આરોપીઓ વડોદરા, વલસાડ અને રાજસ્થાનના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે બે આઇશર વાહન, મારુતિ બ્રીઝા, સ્વિફ્ટ ડિઝાયર તેમજ રોકડ અને દસ્તાવેજો મળી કુલ ૫૮.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અજવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store