મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓઢવની નટરાજ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ રદ, DEOની સરપ્રાઈઝ વિઝિટ બાદ સપાટો

અમદાવાદની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ સમયે જોવા મળેલા છીંડાને લઈને ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસરે લા

 અમદાવાદની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ સમયે જોવા મળેલા છીંડાને લઈને ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસરે લાલ આંખ કરી છે. ઓઢવમાં આવેલી નટરાજ શાળાની 25 ટકા ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ સમયે શાળામાં ઓરડા જર્જરિત તેમજ નિયમાનુસાર બાંધકામ ન થયું હોવાનું સામે આવ્યું હતુ. આ ઉપરાંત શાળા પાસે BU પરમિશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. 

DEOએ અમદાવાદ શહેરમાં કરેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ઓઢવની નટરાજ સ્કૂલમાં સુરક્ષાના માપદંડોના અભાવે વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મુકાય તેવી સ્થિતિ હતી. ત્યારે ડીઈઓએ શાળાની 25 ટકા ગ્રાન્ટ રદ કરી છે. ડીઈઓ સમગ્ર અહેવાલ સરકારને પણ રજૂ કરશે.

આ સમાચાર શેર કરો