મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલીના અસ્તાન ફાટક નજીક ડિમોલેશન, 3 નોટિસ આપ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી

સુરત જિલ્લાના બારડોલી નગરમાં મહત્વની ગણાતી અસ્તાન ફાટક પર ઓવરબ્રિ

બારડોલીના અસ્તાન ફાટક નજીક ડિમોલેશન, 3 નોટિસ આપ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી

સુરત જિલ્લાના બારડોલી નગરમાં મહત્વની ગણાતી અસ્તાન ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે અસ્તાન રોડ પર અનેક અડચણરૂપ મિલકતો હતી. જે મિલકતો દૂર કરવા માટે બારડોલી પાલિકાએ અગાઉ ત્રણ જેટલી નોટિસ આપવામાં આવી હતી. 

વરસાદી માહોલમાં કાર્યવાહી

પરંતુ, નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર નહીં કરતા આજે પાલિકા એક્શનમાં આવ્યું હતું. બારડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બારડોલી પોલીસની મદદ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. વરસાદી માહોલમાં સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

નાના દબાણો દૂર કરાયા

અસ્તાન રોડ પર ચાલી રહેલ ડિમોલિશનમાં અસરકારક 25 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા સ્ટાફ ડિમોલિશન કરવા પોહચતાં સ્થનિકોએ પાલિકા સ્ટાફ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું. નગરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે. છતાં રાજકીય દબાણમાં એ બાંધકામો સામે પાલિકા તંત્ર વામણું જ પુરવાર થયું છે. બ્રિજ કામગીરીના વાંકે અનેક નાના મોટા દબાણો દૂર કરતા હવે આ વિવાદ વધુ વકરે તો નવાઈ નથી.

આ સમાચાર શેર કરો