મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતભરમાં ડિમોલિશન યથાવત, કોંગ્રેસ નેતા ઘર વિહોણાં થયેલા ગરીબવર્ગની મુલાકાતે

ગુજરાતભરમાં દબાણ હેઠળ આવતા ગેરકાયદેસર બંધકામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. એવામા

ગુજરાતભરમાં ડિમોલિશન યથાવત, કોંગ્રેસ નેતા ઘર વિહોણાં થયેલા ગરીબવર્ગની મુલાકાતે

ગુજરાતભરમાં દબાણ હેઠળ આવતા ગેરકાયદેસર બંધકામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. એવામાં બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશનની પ્રક્રિયા સતત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ઝુંપડપટ્ટી બનાવીને રહેતા ગરીબ વર્ગના ઘરને તોડી પડાતા તેઓ ઘર વિહોણા થયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અંબાજીના વિકાસને લઇને વિનાશના દ્રશ્યો સર્જાયા છે. જેમાં 50 વર્ષો કરતાં વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે દબાણ હેઠળ તોડી પડાયા છે. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. જેને પગલે મહિલાઓ અને બાળકોની દુઃખદ વેદના જોવા મળી હતી.

લોકોના ઘરમાં રહેલો સામાન પણ ન લેવા દેતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંબાજીના 89 ઘરોને શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઇ નોટિસ અપાઈ હતી. ગઈ કાલે સાંજથી આખી રાત વહીવટી તંત્રના લોકો અને 200થી વધુ પોલીસ જવાનો કામગીરીમાં જોડાયા હતા. જેમાં જે.સી.બી. વડે તમામ ઘરોને જમીનદોષ કરાયા હતા.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મહાકુંભની સુરક્ષા અને ગુજરાતમાં ડિમોલિશન અંગે નિવેદન, જાણો શું કહ્યું

કંઈક આ પ્રકારની ઘટના દ્વારકામાં જોવા મળી હતી. જેને પગલે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેમણે બેટ દ્વારકામાં ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી હતી. ડિમોલિશનને પગલે કોંગ્રેસ નેતાઓએ સરકાર પર આકરો પ્રહાર કર્યો હતો.

જેમાં તેમણે કહ્યું કે, અમીરોની સરકારે ગરીબોના ચોપડા પાડ્યા છે. સરકારે ગરીબ લોકોને કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વિના તેમના ઘર તોડી પાડ્યા છે અને તેમને ઘર વગરના કર્યા છે. કોંગ્રેસ નેતાઓ તેમજ સ્થાનિક અગ્રણીઓએ બેટ દ્વારકાના બાલાપર સહિતના વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત કરી હતી.

આ સમાચાર શેર કરો