સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની માગ સાથે સ્થાનિકોએ આપ્યું આવેદનપત્ર
સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જેથી નવાગામ, ડિંડોલીના લોક

સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જેથી નવાગામ, ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે. તે ઉપરાંત આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનીકો લોકોએ માંગ કરી છે.
જાહેરમાં ફાંસીની માગ
એડવોકેટ વૈભવીએ કહ્યું કે, 2 તારીખના રોજ જે ઘૃણાસ્પદ બનાવ બન્યો છે. તેના વિરોધમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરતાં આવ્યા છીએ. આવા બનાવ વારંવાર બનતા આવે છે. જેથી બાળકીને ન્યાય મળે તે માટે જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તો આ પ્રકારના બનાવમાં ઘટાડો થઈ શકે તેમ છે.
ઝડપથી ન્યાય મળે તેવી માગ
અનિલભાઈએ કહ્યું કે, બપોરના સમયે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનારને સજા થાય તે માટે આ કેસ ફાસ્ટટ્રેકમાં ચાલે તેવી માગ સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સ્થાનિક પોલીસ પણ ગંભીરતાથી કામ કરે છે. આરોપીને પકડીને યોગ્ય તપાસ ચાલી રહી છે. ન્યાયાલય પાસે અમારી માગ છે કે, ઝડપથી આ કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવે.








