Video: સોમનાથ કોરિડોરમાં વીર યોદ્ધાઓના ઇતિહાસને સ્થાન આપવાની માંગ

વિજયાદશમીના પર્વે વીરપુર જલારામધામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો અને આગેવાનોએ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરી દેશ અને ધર્મના રક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સંસ્કૃતિ, શૌર્ય અને પરંપરાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સોમનાથ મહાદેવ મંદિરની રક્ષા માટે બલિદાન આપનાર ક્ષત્રિય ખાંટ રાજપૂત દરબાર સમાજના વીર યોદ્ધાઓના ઇતિહાસને સોમનાથ કોરિડોરમાં સ્થાન આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વીર યોદ્ધાઓના યોગદાનને યોગ્ય સન્માન મળે અને તેમની શૌર્યગાથા નવી પેઢી સુધી પહોંચે તેવી રજૂઆત કરવામાં આવી હતી.




