મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથમાં કાળમુખો અકસ્માત: ST બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 2 મુસાફરોના કમકમાટીભર્યા મોતથી અરેરાટી!

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના બેડીયા-ખાંભા પર

ગીર સોમનાથમાં કાળમુખો અકસ્માત: ST બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 2 મુસાફરોના કમકમાટીભર્યા મોતથી અરેરાટી!
આ સમાચાર સાંભળો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના બેડીયા-ખાંભા પર ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગંભીર અકસ્માતમાં 2 મુસાફરોનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે 3ની હાલત ગંભીર અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે ઉનાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગીરગઢડામાં ST બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત

બેડીયા-ખાંભા રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની જાણ થતાં ઉનાના બેડીયા, સામતેર સહિત 3થી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મુસાફરો રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા છે.

2 મુસાફરોના કરૂણ મોત, 3 ની હાલત ગંભીર

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની જાણ થતાં ગીરસોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.

આ સમાચાર શેર કરો