સુરતના તરસાડીની ધ્રુજાવી દેતી ઘટના, વિદ્યાર્થીઓ પર ચોથા માળેથી કાટમાળ પડતા એકનું મોત, 2 ગંભીર
સુરતના માંગરોળના તરસાડીમાં એક ધ્રુજાવી ઘટના દેતી સામે આવી છે. અહીં એક ઇમારતના ચોથા માળેથી સ્લ

સુરતના માંગરોળના તરસાડીમાં એક ધ્રુજાવી ઘટના દેતી સામે આવી છે. અહીં એક ઇમારતના ચોથા માળેથી સ્લેબનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ સીધો જ વિદ્યાર્થીઓ પર પડ્યો હતો જેના લીધે એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીના માથામાં કાટમાળ વાગતા તેમની હાલત પણ ગંભીર હોવાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્ત આ બંને વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ઈમારતની હાલત જર્જરિત હતી. વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત આવી રહ્યા હતા, ત્યારે ઝંડા ચોક નજીક આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું.




