ચાંદીપુરા વાયરસ: બનાસકાંઠાના પાડન ગામના 4 વર્ષના બાળકનું મોત, અમદાવાદ સિવિલમાં હતો સારવાર હેઠળ
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત સતત વધી રહ્યા છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત સતત વધી રહ્યા છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના સતત કેસો સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના સુઈના પાડન ગામના ચાર વર્ષના બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બાળકની અમદાવાદની સિવિલમાં સારવાર ચાલી રહી હતી.
સુઈના પાડન ગામના ચાર વર્ષના બાળકનું સારવાર દરમ્યાન મોત
બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ વાયરસના 4 બાળકોમાં લક્ષણો દેખાતા તેમની સારવાર અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી, તેમાંથી આજે ત્રીજા બાળકનું મોત નીપજ્યું હતું. સતત વધતા મૃત્યુઆંકથી સાબરકાંઠા જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે. આ મામલે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સતત મોનીટરીંગ અને દવાનો છંટકાવ તેમજ રોગ નિવારણ અભિયાન ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં 11 માસના બાળકને શંકાસ્પદ લક્ષણો
સુરેન્દ્રનગરના ચુડાના 11 માસના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે. આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના કુલ 3 કેસો દાખલ થયા છે.






