VIDEO:"ડીસામાં ગૌરક્ષકો પર જીવલેણ હુમલો!"
ડીસા શહેરમાં વહેલી સવારે બે ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. એક્ટિવા પર જઈ રહેલા ગૌરક્ષકોને કાર વડે ટક્કર મ

ડીસા શહેરમાં વહેલી સવારે બે ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. એક્ટિવા પર જઈ રહેલા ગૌરક્ષકોને કાર વડે ટક્કર માર્યા બાદ હુમલાખોરોએ તલવાર, ધોકા અને લાકડીઓથી બેરહેમીપૂર્વક મારપીટ કરી હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને ગૌરક્ષકોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, અગાઉ ગૌ તસ્કરીની ગાડીઓ પકડાવી હોવાની અદાવતમાં આ હુમલો કરાયો છે. સાથે જ હુમલાખોરો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે. ગૌરક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી તેમજ પોલીસ સુરક્ષાની માંગ કરી છે.



