મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભણવા અંગેના માતાના ઠપકાથી દીકરી ઘર છોડી નીકળી ગઈ, ડ્રોન કેમેરાની મદદથી પરિવાર સાથે કરાવાયું મિલન

મોબાઈલની લત બાળકોમાં લાગે તો શું પરિણામ આવે તેનો ચેતવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. બાળકીને

સુરતમાં ભણવા અંગેના માતાના ઠપકાથી દીકરી ઘર છોડી નીકળી ગઈ, ડ્રોન કેમેરાની મદદથી પરિવાર સાથે કરાવાયું મિલન

મોબાઈલની લત બાળકોમાં લાગે તો શું પરિણામ આવે તેનો ચેતવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. બાળકીને ભણવા અંગે માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આઠ વર્ષની માસૂમ બાળકી ઘર છોડીને ચાલી નીકળી હતી. દિવસભરની શોધખોળ બાદ પણ દીકરી ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તુરંત તપાસ શરૂ કરી અને ટેકનોલોજીના સંયોજનથી બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી હતી.

પરિવારની શોધખોળ નાકામ રહેતા પોલીસની મદદ લીધી

ઉધના વિસ્તારમાં રહેતાં પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી ‘હું રમવા જાઉં છું’ કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ​​ઘરે પરત ન ફરતા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતાં અને આખરે ઉઘના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. કલાકો સુધી 25થી વધુ CCTV ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી. 

45 મિનિટ ડ્રોન ઉડાડાયું

ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી.ડ્રોનના વિઝનમાં શાકમાર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. તે જ કપડાં...તે જ ઉંમર...ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી. જેમ-જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયાં છે. પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે, આજે તમે અમારું જીવન બચાવી લીધું. 

આ સમાચાર શેર કરો