મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JAMNAGAR : માતાને બેભાન કરી પુત્રી ઘરમાંથી 3 લાખ ચોરીને પ્રેમી સાથે ફરાર

Jamnagar News : જામનગરમાં એકે પુત્રી કુપુત્રી સાબિત થઈ છે. આ કુપુત્રી પોતાની માતાને બેભ

JAMNAGAR : માતાને બેભાન કરી પુત્રી ઘરમાંથી 3 લાખ ચોરીને પ્રેમી સાથે ફરાર

Jamnagar News : જામનગરમાં એકે પુત્રી કુપુત્રી સાબિત થઈ છે. આ કુપુત્રી પોતાની માતાને બેભાન કરી ઘરમાંથી 3 લાખ ચોરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. 

જામનગર જિલ્લાના  મેઘપર પડાણા ગામમાં આ ઘટના ઘટી છે. પોતાના પ્રેમી પાછળ આંધળી બનેલી પુત્રીએ પોતાની સગી માતાને બેભાન કરી નાખી તેમજ ઘરમાં પરસેવો પાડીને ભેગા કરેલા 3 લાખ ચોરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.

આ પુત્રીએ પોતાની માતાને બેભાન કરવા માટે તેના પ્રેમી અને પ્રેમીના એક મિત્રની મદદ લીધી હતી. માતાને કોલ્ડ્રીંકમાં ઊંઘની દવા નાખીને પીવડાવી દીધી હતી. માતા બેભાન થતા જ આ યુવતી ઘરમાં રાખેલા 3 લાખ રૂપિયા ચોરી કરીને પિતાના પ્રેમી સાથે ફરાર થઈ હૈ હતી. 

આ ઘટનામાં માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. માતા ભાનમાં આવતા પોલીસ સમક્ષ સમગ્ર ઘટના વર્ણવી હતી. મેઘપર પડાણા પોલીસે આ ઘટનામાં ચોરી સહિતની કલમો હેઠળ પુત્રી સહિત ત્રણેય સામે ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો