RTE હેઠળ ગરીબ બાળકના ખાનગી શાળામાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખો જાહેર
વાલીઓ માટે RTE અંગે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં RTE હેઠળ બાળકના શાળા

વાલીઓ માટે RTE અંગે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં RTE હેઠળ બાળકના શાળા પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર કરવામાં આવી છે. RTE હેઠળ ગરીબ બાળકો વિનામૂલ્યે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે. જેના માટે ૨૮ ફેબ્રુઆરીથી RTEમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. RTE હેઠળ ૨૮ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિનામૂલ્યે ગરીબ બાળકો ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાય છે. આ ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.




