Dang news: સ્ટેરિંગ જામ થતાં ST બસને નડ્યો અકસ્માત, 40 મુસાફરોનો આબાદ બચાવ

સોર્સ : GSTV
ડાંગના વઘઇ-આહવા રોડ પર ભવનદગડ ગામની નજીક એસ.ટી. બસનું સ્ટેરિંગ જામ થવાને કારણે અકસ્માત સર્જાયો હતો. બસ ધર્મપુરથી આહવા જઈ રહી હતી, ત્યારે તેમાં ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઇજા થઈ હતી અને અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ઘટના સમયે બસની યોગ્ય સર્વિસ થઈ ન હોવાને કારણે સ્ટેરિંગ જામ થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.

