Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Nature's raucous incarnation in Dang! Gira Falls became the center of attraction

VIDEO: ડાંગમાં કુદરતનો રૌદ્ર અવતાર! ગીરા ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગની જીવાદોરી સમાન અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગિરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. પ્રચંડ વેગ સાથે વહેતા પાણીને કારણે ધોધના દ્રશ્યો અત્યંત મનમોહક અને આકર્ષક બન્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.જોકે, ધોધના આ રૌદ્ર અને જોખમી સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ધોધની નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને લોકોને નદી કિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

App Store