Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Major accident in Dang's Subir: Jeep returning from Haat Bazaar plunges into ditch, 13 injured

VIDEO: ડાંગના સુબીરમાં મોટી દુર્ઘટના: હાટ બજારથી પરત ફરતી જીપ ખાઈમાં ખાબકી, 13 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના સુબીર ખાતે ભરાતા હાટ બજારમાંથી ખરીદી કરી પરત ફરી રહેલી એક પેસેન્જર જીપને અકસ્માત નડ્યો હતો. જીપની બ્રેક ફેલ થઈ જવાને કારણે તે માર્ગની સાઈડમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૩ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.તેમાંથી ૧૦ પેસેન્જરોને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક સુબીર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય ૩ પેસેન્જરોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સુબીર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

App Store