VIDEO: ડાંગમાં ભારે વરસાદ: વઘઈના ત્રણ મહત્વના માર્ગો બંધ, વહીવટીતંત્રની નાગરિકોને ખાસ અપીલ
સોર્સ : gstv
ડાંગ જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદને કારણે વઘઈ તાલુકાના ત્રણ ગ્રામ્ય માર્ગો પર કોઝવે અને પુલ ઉપર પાણી ફરી વળતા તેને અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ઘોડવહળ વી.એ. રોડ, આહેરડી–બોરદહાડ રોડ તથા માનમોડી–બોડારમાળ–નિબારપાડા રોડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રએ પ્રજાજનોને અપીલ કરી છે કે નદી, નાળા કે કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે તેને પાર કરવાનો જીવલેણ પ્રયાસ ન કરવો અને માત્ર નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો. નાગરિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

