Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Dangerous stunt in an open jeep at Saputara's Table Point

VIDEO: Dang / સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ખુલ્લી જીપમાં જોખમી સ્ટંટ; વીડિયો વાયરલ થતા પોલીસે કરી કડક કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટના સામે આવી છે. સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ 'ટેબલ પોઈન્ટ' પર કેટલાક શખ્સો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

App Store

ટેબલ પોઈન્ટ પર પ્રવાસીઓની ભારે અવરજવર વચ્ચે જીપ ચલાવી જીવલેણ સ્ટંટ કરનારા શખ્સોનો વીડિયો સામે આવતા જ સાપુતારા પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી સ્ટંટ કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાપુતારા પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હિલ સ્ટેશનની શાંતિ ભંગ કરનારા અને પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકતા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ ઘટના બાદ સાપુતારા પોલીસ દ્વારા હિલ સ્ટેશનના વિવિધ પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.