Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : accused who committed fraud through a mule account was caught from Maharashtra

Dang: મ્યુલ એકાઉન્ટ દ્વારા ફ્રોડ કરનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, દેશભરમાં નોંધાઈ છે 35 ફરિયાદો

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Dang: મ્યુલ એકાઉન્ટ દ્વારા ફ્રોડ કરનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, દેશભરમાં નોંધાઈ છે 35 ફરિયાદો
સોર્સ : GSTV

ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાઓને નાથવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઈવ "ઓપરેશન મ્યુલ હંટ" અંતર્ગત ડાંગ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના અકોલા ખાતેથી સાયબર ફ્રોડ આચરતા એક મુખ્ય આરોપીને દબોચી લીધો છે.

App Store

શું છે સમગ્ર મામલો?

સાયબર ગુનેગારો સામાન્ય રીતે છેતરપિંડીના નાણાં મેળવવા માટે અન્ય વ્યક્તિઓના બેંક ખાતાનો ઉપયોગ કરતા હોય છે, જેને "મ્યુલ એકાઉન્ટ" કહેવામાં આવે છે. પકડાયેલ આરોપી આવા અનેક શંકાસ્પદ ખાતાઓ ઓપરેટ કરીને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી વિરુદ્ધ ભારત સરકારના NCCRP પોર્ટલ પર જુદા જુદા રાજ્યોમાં કુલ 35 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ પૈકી ગુજરાતમાં જ કુલ 05 ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે. ડાંગ સાયબર ક્રાઇમની ટીમે લાંબા સમય સુધી ટેકનિકલ દેખરેખ રાખી હતી. આરોપીનું લોકેશન મહારાષ્ટ્રના અકોલામાં ટ્રેસ થતા જ પોલીસે ટીમ મોકલીને તેને ઝડપી પાડ્યો હતો.