Dang news: દીપડાએ 7 વર્ષીય બાળકને ફાડી ખાધો, ગાય ચરાવતી વખતે કર્યો હતો હુમલો

સોર્સ : GSTV
ડાંગના પૂર્ણા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં મહાલ ગામ નજીક બપોરે દીપડાએ 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. 7 વર્ષીય રિતેક ઘુલુંમ ગાય ચરાવતો હતો, ત્યારે સામેથી અચાનક દીપડા તેના પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલા બાળકનું મોત થયું હતું. ઘટનાથી ગ્રામજનો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગની ટીમે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ વિસ્તારમાં દીપડાની હિલચાલ વધતાં સતર્કતા વધારવામાં આવી છે.

