મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dang: વઘઇમાં મોબાઇલ ટાવર પર ચઢી મહિલા, પોલીસે સુરક્ષિત રીતે ઉતારી નીચે

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઘોડી ગામે એક મહિલા મોબાઈલના ટાવર પર ચઢી ગઈ હતી. BSNLના ટાવર પર મહિલા ચઢી જતા ચકચાર મચી

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઘોડી ગામે એક મહિલા મોબાઈલના ટાવર પર ચઢી ગઈ હતી. BSNLના ટાવર પર મહિલા ચઢી જતા ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા માનસિક રીતે અસ્થિર હતી.   તાત્કાલિક વઘઇ પોલીસને આ અંગે જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.  પોલીસે સાવચેતી  અને સમજદારીથી કામ લઈને મહિલાને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતારી. બાદમાં, મહિલાને તેના પરિવારજનોને સોંપવામાં આવી. 

આ સમાચાર શેર કરો