મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ : સીઝનના પહેલા જ વરસાદમાં પ્રખ્યાત ગીરાધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો!

ડાંગ જિલ્લામાં ગતરાત્રીથી વરસી રહેલા ભારે વરસાદના પગલે વઘઈ નજીક આવેલો પ્ર

ડાંગ જિલ્લામાં ગતરાત્રીથી વરસી રહેલા ભારે વરસાદના પગલે વઘઈ નજીક આવેલો પ્રખ્યાત ગીરાધોધ સીઝનના પ્રથમ જ વરસાદમાં સંપૂર્ણ સક્રિય બન્યો છે. બે દિવસ પહેલાં સુધી સૂકા દેખાતા ધોધ અને નદીઓમાં હવે પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક કોઝવે પર પાણી ફરી વળતાં કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગીરાધોધનું મનમોહક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો કુદરતી નજારો માણવા પહોંચી રહ્યા છે.

આ સમાચાર શેર કરો