VIDEO: સ્વર્ગીય નજારો: ડાંગમાં મેઘમહેરથી ધોધ સક્રિય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી!
ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કુદરત જાણે સોળે કળાએ ખીલી

ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે અને ચારેય તરફ મંત્રમુગ્ધ કરી દે તેવા નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદને પગલે સાપુતારા-આહવા માર્ગ પર આવેલો પ્રખ્યાત 'શિવ ઘાટ ધોધ' સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો છે, જેનાથી આખા વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય અદભુત ભાસી રહ્યું છે. આ સિવાય, આહવા-વઘઇ માર્ગ પર આવેલો 'ઘોઘલી ધોધ' પણ તેના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપે વહેતો થતાં ડાંગના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે. પહાડોમાંથી વહેતા અસંખ્ય નાના-મોટા કુદરતી ઝરણાંઓ જીવંત થતાં સમગ્ર પંથક લીલીછમ ચાદર ઓઢીને બેઠો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ ભારે વરસાદથી ડાંગની લોકમાતા ગણાતી અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પણ વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે, જેને પગલે નદીઓ બે કાંઠે વહેતી થતાં આ અદભુત દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.




