VIDEO : દાહોદની શ્રીરામ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં વિકાસ પેનલનો દબદબો
સોર્સ : gstv
દાહોદની પ્રતિષ્ઠિત શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં કુલ 10 હજાર મતદાતાઓમાંથી અંદાજે 3 હજાર જેટલા સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રસાકસીભરી ટક્કરમાં વિકાસ પેનલે વિરોધી પરિવર્તન પેનલને ધૂળ ચટાવીને પોતાના તમામ 7 સભ્યોની જીત સુનિશ્ચિત કરી છે. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે વિજેતા નેતાઓએ તમામ સભાસદોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં સભાસદો તેમજ દાહોદની જનતાના હિતમાં શ્રેષ્ઠ અને પ્રગતિશીલ કાર્યો કરતા રહેશે.

