VIDEO: દાહોદમાં શ્રીરામ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી: પરિવર્તન અને વિકાસ પેનલ વચ્ચે જંગ, 10 હજાર મતદારો કરશે મતદાન
સોર્સ : gstv
દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ છે. સરસ્વતી સ્કૂલ ખાતે આયોજિત આ ચૂંટણીમાં કુલ 10 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં 'પરિવર્તન' અને 'વિકાસ' એમ બે મુખ્ય પેનલના કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી મતદારોએ 7 ઉમેદવારોને ચૂંટવાના રહેશે.મતદાન દરમિયાન એક તબક્કે ઉમેદવારોની સ્લીપ અને ચિન્હો સાથે મતદારો અંદર પ્રવેશતા માહોલ ગરમાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. 12 જનરલ અને 2 અનામત બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ આજે બેલેટ બોક્સમાં સીલ થશે.

