VIDEO: દાહોદથી રાજસ્થાન જતા હાઈવે પર GSTVના અહેવાલ બાદ રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું
VIDEO: દાહોદથી ઝાલોદ થઈ રાજસ્થાન જતા નેશનલ હાઇવે ખૂબ જ બિસ્માર હાલતમાં હતો, રોડ પર ખાડા કે ખાડા પર રોડ કહેવું અઘરું હતું,વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી હતી. GSTVના અહેવાલ બાદ NHAI આવી હરકતમાં,સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી સ્થાનિકો અને વાહનચાલકોને રાહત થઈ છે.
ગત અઠવાડિયે GSTV પર દાહોદને ઝાલોદ થઈ બાંસવાડા,જયપુર જતા નેશનલ હાઈવે 59ની બિસ્માર હાલતના અહેવાલ પ્રસારિત કરાયા હતા,ભારે વરસાદ પછી નેશનલ હાઈવે નો કહેવાતો ટોલ રોડ ખૂબ જ બિસ્માર હાલત માં હતો,રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ થી ટુ વ્હીલર,થ્રી વ્હીલર, કાર ,એમ્બ્યુલન્સ, કે પછી ટ્રક-બસ તમામના વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા,તાત્કાલિક ધોરણે રોડની સમારકામની લોક માંગ ઉઠવા પામી હતી, લોકોને વાહનચાલકોને પડી રહેલ તકલીફો GSTVના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી હતી,GSTVના અહેવાલના અઠવાડિયા પછી જ NHAI આવી હરકતમાં અને જેસીબી સહિતની મશીનરી સાથે રોડના સમારકામની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, લોકોને રાહત થઈ છે.

