Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: Arrival of Megharaja in Dahod: Rainy weather from midnight

VIDEO: દાહોદમાં મેઘરાજાનું આગમન: મધ્યરાત્રિથી વરસાદી માહોલ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મધ્યરાત્રિથી વિજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. લીમડી, ઝાલોદ, વરોડ, મીરાખેડી, નાનસલાઈ, ખેડા, કાળીમહુડી અને કાળીગામ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીકાર્યોને વેગ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

App Store