VIDEO : દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઝાલોદ, લીમડી, ગરબાડા, સંજેલી અને ધાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગરબાડાના પાચવાડા અને બોરિયાલા, સંજેલીના કોટા અને ચમારીયા તેમજ લીમખેડાના બાંડીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી આગમન થતાં સ્થાનિક રહીશોને ગરમીથી મોટી રાહત મળી છે.

