VIDEO: દાહોદના લીમખેડા હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત: MGVCLની ગાડીના ચાલકનું કરૂણ મોત
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના લીમખેડામાંથી એક ગંભીર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આવેલા પાલ્લી ગામ નજીક હડફ નદીના પુલ પાસે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. અહીં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની સેવામાં ૨૪ કલાક કાર્યરત એવી એક ખાનગી બોલેરો ગાડીને પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા આઈસર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરો ચાલક દલાભાઈ બારીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો આઈસર ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો, જેની સામે લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ શોધખોળ હાથ ધરી છે.

