VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ દાહોદ 'આપ'માં ભડકો, 100 જેટલા સક્રિય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સોર્સ : GSTV
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. દાહોદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 100 જેટલા સક્રિય કાર્યકરોએ 'ઝાડુ' છોડી 'પંજો' પકડ્યો છે. દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદા અને તાલુકા પ્રમુખની હાજરીમાં આ પક્ષ પલટો થયો હતો. ચૂંટણી પહેલા જ 'આપ'ના કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો છે કે આ જોડાણથી આગામી ચૂંટણીમાં પક્ષ વધુ મજબૂત બનશે.

