Dahod news: પ્રેમિકાની હત્યા નિપજાવી પ્રેમીએ કર્યો આપઘાત, મહિલાનો મૃતદેહ મળવા મામલે ચોંકાવનારો ખુલાસો

સોર્સ : GSTV
દાહોદના ચાકલીયાના પાણીયા ગામે મહિલાની હત્યા મામલે નવો વળાંક સામે આવ્યો છે. મૃતક મહિલાની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા, જે બાદ પ્રેમીએ આવેશમાં આવીને મહિલાના માથા ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોત નિપજાવ્યું હતું અને પોતે પણ મધ્યપ્રદેશના ઝાબુઆ જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. મૃતક સાથે દુષ્કર્મ થયું છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે પેનલ ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

