મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod news: દેવગઢબારીયા નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણી, ભાજપ વિરુદ્ધ મતદાન કરનારા 6 સભ્યો સસ્પેન્ડ

ગુજરાતના દાહોદ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લાની દેવગઢબારી

Dahod news: દેવગઢબારીયા નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણી,  ભાજપ વિરુદ્ધ મતદાન કરનારા 6 સભ્યો સસ્પેન્ડ

ગુજરાતના દાહોદ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લાની દેવગઢબારીયા નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  દેવગઢબારીયા નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણી યોજાશે. 17 ઓક્ટોબરે ભાજપ અને અપક્ષના સભ્યો દ્વારા પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તે મંજુર થઇ ગઈ હતી.

 6 સભ્યોને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

અગાઉ ભાજપ વિરુદ્ધ મતદાન કરનારા 6 સભ્યોને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. આથી આજે અપક્ષના ઉમેદવાર નીલ સોની નગરપાલિકા પ્રમુખ પદે બેસી શકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે નીલ સોની એ પૂર્વે ભાજપના મેન્ડેટ પર જીત મેળવી હતી.

આ સમાચાર શેર કરો