સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ્સથી સાયરસ પૂનાવાલા, શિવ નાદર અને ડો.અભય-ડો.રાની બાંગને કરાયા સન્માનિત
સુરતના રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશને (એસઆરકેકેએફ) જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંતોકબા હ્યુમેન

સુરતના રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશને (એસઆરકેકેએફ) જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાયરસ પૂનાવાલા, શિક્ષણ સુધારક અને એચસીએલ તથા શિવ નાદર ફાઉન્ડેશન બંનેના સ્થાપક શિવ નાદર, સામાજિક કાર્યકરો અને સર્ચ ફાઉન્ડેશનના સ્થાપક ડો. અભય બાંગ અને ડો. રાની બાંગનું સંતોકબા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ કાર્ય માટે સન્માન
સાયરસ પૂનાવાલાને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સ્થાપનામાં તેમની મુખ્ય ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સુધારક અને પરોપકારી શિવ નાદરને શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા તેમના અસાધારણ યોગદાન માટે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્ચ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પાયાના સ્તરે સસ્તી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાના તેમના કાર્ય માટે સામાજિક કાર્યકરો ડો. અભય બાંગ અને ડો. રાની બાંગને પણ પ્રતિષ્ઠિત સંતોકબા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
બે રાજ્યના રાજ્યપાલ હાજર રહ્યા
કાર્યક્રમમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાનના પ્રમુખ સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.






