મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: રાયગઢમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘરની દીવાલો અને છત તૂટી

ધ્રાંગધ્રાના રાયગઢ ગામે અચાનક ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ઘરમાં આગ ફાટી નીકળી હતા. જેમાં એક વ્યક્તિ ગંભીર

સુરેન્દ્રનગર: રાયગઢમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘરની દીવાલો અને છત તૂટી

ધ્રાંગધ્રાના રાયગઢ ગામે અચાનક ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ઘરમાં આગ ફાટી નીકળી હતા. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રાયગઢ ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચા બનાવતા સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જે બાદ ઘરમાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગવાના કારણે ઘણું નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરની દીવાલો અને છત તૂટી હતી.

આ સમાચાર શેર કરો