વલસાડમાં મોબાઈલ યોગ્ય રીપેર ન કર્યા હોવાના રોષ સાથે ગ્રાહકે સ્ટોર પર કર્યો પથ્થરમારો
વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. હાઈસ્કૂલની

વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો. દુકાનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટરની સાથે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.
સીસીટીવીના આધારે તપાસ
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.પોલીસે પથ્થરમારો કરી અને તોડફોડ કરનારને શોધવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ખંગાળી અને આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આરોપી સુધી પહોંચી ગઈ હતી.
પૂર્વગ્રહ રાખી પથ્થરમારો
આરોપી ધવલ અમૃતલાલ ટંડેલ દ્વારા છ મહિના અગાઉ આ મોબાઇલ સ્ટોરમાં પોતાનો મોબાઈલ રિપેર કરાવવા માટે આપ્યો હતો. જે બાદ પણ તેનો મોબાઇલ યોગ્ય રીતે ન બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યો હતો. સાથે જ વારંવાર આ મોબાઈલ સંચાલક સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ ન આપતા જે બાબતનો પૂર્વગ્રહ રાખી પથ્થર લઈને મોબાઈલ સ્ટોર પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.








