Ahmedabad: Mocha હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, રોટલી મુકવાની બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા
અમદાવાદ શહેરના જાણીતા વિસ્તારમાં આવેલી Mocha હોટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. રેસ્ટોરેન્ટમાં જમવા ગયેલા  

અમદાવાદ શહેરના જાણીતા વિસ્તારમાં આવેલી Mocha હોટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. રેસ્ટોરેન્ટમાં જમવા ગયેલા એક ગ્રાહકને અત્યંત કડવો અને અણગમતો અનુભવ થયો હતો, જેના કારણે તેમણે સીધી કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેણે હોટેલની સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ગ્રાહકે મોચા હોટેલમાં ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેમને રોટલી પીરસવામાં આવી, ત્યારે વાંસની ટ્રેમાંથી રોટલીની સાથે જીવડાં પણ નીકળ્યા હતા. જીવડાં નીકળતાની સાથે જ ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી.




