અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના, મેડિકલ માટે લઈ જતા સમયે યુવાન ઢળી પડ્યો
અમદાવાદ શહેરનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરીથી વિવાદમાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ગોમતીપુર

અમદાવાદ શહેરનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરીથી વિવાદમાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બની છે. જેમાં દર્શન ચૌહાણ નામના યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે દર્શન ઢળી પડ્યો હતો.
આ પણ વાંચો: PMJAY યોજના કે 'કટકી યોજના', ભ્રષ્ટ અધિકારીઓનાં છલકાયાં ખિસ્સાં
8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા
મળતા અહેવાલ પ્રમાણે 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે આ ઘટના બની હતી. યુવાનના મોત મામલે પરિવારજનોનો પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા.
ગંભીર આરોપ લગાવ્યા હતા કે સાજા વ્યક્તિ નું કઈ રીતે થયું મોત?
પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે સાજા વ્યક્તિ નું કઈ રીતે થયું મોત? અને કેમ પોલીસે પીધેલાની અટકાયત કરી દારૂના અડ્ડા ચલાવવા વાળા સામે કેમ કાર્યવાહી ન કરી.






