મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીમાં વીજ લાઈનમાં સોર્ટસર્કિટ સર્જાતા ખેતરમાં 6 વીઘાનો પાક બળીને ખાખ

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વીજ લાઈનમાં સોર્ટસર્કિટ સર્જાતા ભાર

અરવલ્લીમાં વીજ લાઈનમાં સોર્ટસર્કિટ સર્જાતા ખેતરમાં 6 વીઘાનો પાક બળીને ખાખ

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વીજ લાઈનમાં સોર્ટસર્કિટ સર્જાતા ભારે આગ ભભૂકી હતી અને તેને કારણે ખેડૂતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ઘઉનો પાક બળીને ખાખ થઈ ગયો હતો જેથી ખેતરના પાકમાં ભારે નુકસાન થવાને પગલે ખેડૂતના માથે આભ ફાટી જવાની સ્થિતિ સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કુણોલ ગામના વણકર વાસમાં આ ઘટના બની હતી. ખેતરમાં અચાનક જ વીજ લાઇનમાં સોર્ટસર્કિટ સર્જાઈ હતી જેથી તેના કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આશરે 6 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો જેથી ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આગને કાબુ લેવા માટે ત્રણ ટ્રેકટરો દ્વારા ખેતરમાં ખેડ મારવામાં આવી હતી. તંત્રની ભુલને કારણે ખેતરનો તમામ પાક બળીને ખાખ થઈ ગયો હતો જેનું નુકસાન ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો