મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં હવે યુપી-બિહારવાળી! મમતાને પડકાર ફેંકનાર ગૃહ રાજ્યમંત્રી ક્યારે કરશે કડક કાર્યવાહી? 

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ તલવાર અને ઘાતક હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિ

અમદાવાદમાં હવે યુપી-બિહારવાળી! મમતાને પડકાર ફેંકનાર ગૃહ રાજ્યમંત્રી ક્યારે કરશે કડક કાર્યવાહી? 

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ તલવાર અને ઘાતક હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો પણ કર્યો હતો. જે બાદ સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા યુપી-બિહારવાળી થઇ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સવાલ પૂછનારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટનામાં ક્યારે કડક કાર્યવાહી કરશે તે સવાલ ઉભા થઇ રહ્યાં છે.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને નથી રહ્યો પોલીસનો ડર

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ના હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ-હત્યા-અસામાજિક તત્ત્વોનો આતંક જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં ખાડિયામાં લૂંટ, આનંદનગર કર્ણાવતી ક્લબ પાસે લૂંટ જેવી ઘટનાઓ બની છે. ખાડિયામાં જ્વેલર્સને ત્યા જુલાઇમાં બનેલી લૂંટની ઘટનામાં આરોપી હજુ સુધી પકડાયો નથી.

અમદાવાદમાં પહેલા દારૂની પાર્ટી અને પછી તલવાર હવામાં લહેરાવી

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ પહેલા દારૂની પાર્ટી કરી હતી અને પછી તલવાર લઇને એક સોસાયટીમાં ઘુસી આવ્યા હતા અને તલવારને હવામાં લહેરાવી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસ તરફથી કોઇ યોગ્ય જવાબ મળ્યો નહતો. અસામાજિક તત્ત્વોએ કેટલીક યુવતીઓ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ બન્યું ક્રાઇમ હબ

અમદાવાદમાં અસામાજિક તત્વોના એક સોસાયટીમાં આતંકની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. અસામાજિક તત્ત્વો તલવાર સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ ઘટનાને જોઇને શાંત ગણાતા અમદાવાદમાં યુપી-બિહાર જેવી સ્થિતિ જોવા મળી હતી. સ્થાનિકો પણ આ ઘટનાને લઇને ઘરમાં ઘુસી ગયા હતા અને ડર સતાવવા લાગ્યો હતો. 

અમદાવાદના નાગરિકોની સુરક્ષા રામભરોસે

અસામાજિક તત્ત્વોના આતંક બાદ અમદાવાદના નાગરિકોની સુરક્ષા રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં આવી ઘટના બીજીવાર ના બને તે માટે પોલીસ શું પગલા ભરશે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. અમદાવાદમાં ખુલ્લેઆમ તલવારથી હુમલાની ઘટના કેમ બની? પોલીસ સ્ટેશન નજીકમાં જ છતાં કેમ પોલીસે તાત્કાલિક પગલાં ના લીધા?

મમતા બેનરજીને સવાલ પૂછનારા ગૃહ રાજ્યમંત્રી શું આ ઘટનામાં જવાબ આપશે?

હર્ષ સંઘવીએ કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજમાં રેપ પછી મર્ડરની ઘટનામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ઘેર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓમાં Act is not important, Action is more important.

ખાડિયામાં લૂંટના આરોપી હજુ સુધી પકડાયા નથી

અમદાવાદમાં જુલાઇ મહિનામાં ખાડિયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી 49.40 લાખની લૂંટ કેસમાં આરોપી હજુ સુધી પકડાયો નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાબાંજ તેમજ ટેકનીકલી એક્સપર્ટ અધિકારીઓ પણ માથુ ખંજવાળી રહ્યાં છે.ખાડિયાથી લઈને પાલનપુર સુધીના હજારો સીસીટીવી ફૂટેજ ટ્રેક કરવામાં આવ્યાં, પરંતુ આરોપી પોલીસને માત આપીને ક્યાંક શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 

ગુનેગારોમાં ઘટતી જઈ રહી છે અમદાવાદ પોલીસની ધાક 

એક જમાનામાં સ્થાનિક પોલીસ કોઈ રીઢા આરોપીની ધરપકડ કરે અને આરોપી ગુનાની કબૂલાત કરે નહી ત્યારે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સુધી લઈ જવામાં આવતો હતો. મોટાભાગના રીઢા ગુનેગાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચનુ નામ સાંભળીને જ ગુનાની કબૂલાત કરી લેતા હતા. પરંતુ હાલના સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ધાક ગુનેગારોમાં ઘટતી જતી હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. 

અમદાવાદમાં કર્ણાવતી ક્લબની સામે પણ થોડા દિવસ પહેલા 40 લાખ લૂંટની ઘટના બની હતી.કારમાં પંચર છે કહીને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવીને કારમાં પડેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર થયા હતા. 

આ સમાચાર શેર કરો