VIDEO : ધર્મ કરતા ધાડ પડી! મિત્રને આર્થિક મદદ કરવી તમને પણ પડી શકે છે ભારે
‘ધર્મ કરતા ધાડ પડી’ આ કહેવત ગુજરાતમાં ખુબ પ્રચલિત છે, જેનો સામાન્ય અર્થ થાય છે ત

‘ધર્મ કરતા ધાડ પડી’ આ કહેવત ગુજરાતમાં ખુબ પ્રચલિત છે, જેનો સામાન્ય અર્થ થાય છે તમે કોઈનું ભલું કરવા જાઓ અને સમસ્યા તમારા પર જ આવી પડે. આવું જ કંઈક થયું છે અમદાવાદના એક યુવક સાથે.
Ahmedabad News : ‘ધર્મ કરતા ધાડ પડી’ આ કહેવત ગુજરાતમાં ખુબ પ્રચલિત છે, જેનો સામાન્ય અર્થ થાય છે તમે કોઈનું ભલું કરવા જાઓ અને સમસ્યા તમારા પર જ આવી પડે. આવું જ કંઈક થયું છે અમદાવાદના એક યુવક સાથે.
અમદાવાદમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી અને સ્યુસાઈડ નોટમાં પોતાના જ મિત્રનું નામ લખી નાખ્યું હતું. જો કે મૃતકે જે મિત્રનું નામ લખ્યું હતું એ મિત્રએ જ પોતાના નામે લોન લઈને મૃતક મિત્રની મદદ કરી હતી.
મૃતકે લોનના હપ્તા ન ભરતા તેના મિત્રએ ટકોર કરી હતી. મૃતક આર્થિક ભીંસમાં હોવાથી તેણે આર્થિક મદદ કરનાર મિત્રનું નામ સ્યુસાઈડ નોટમાં લખીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે કોર્ટમાં સમગ્ર હકીકત સામે આવી હતી અને કોર્ટે આર્થિક મદદ કરનાર યુવકને હાલ જામીન પર છોડી મુક્યો છે. જુઓ સમગ્ર કેસની વિગત -






