લો બોલો! હવે ગુજરાતમાંથી નકલી ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઇ, 100 રૂપિયાની નોટ છાપવામાં આવતી હતી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાની આખે આખી ઓફિસ ઝડપાઇ છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઇ છે.
સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઇ
સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઇ છે. સરથાણામાં એપલ સ્કવેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને SOGની ટીમે ઝડપી છે. SOGની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્કવેર કોમ્પલેક્સમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને ઘટનાસ્થળેથી 1 લાખથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.
સરથાણામાં કેટલાક શખ્સો દ્વારા 100ની ચલણી નોટો છાપવામાં આવતી હતી. SOGની ટીમે રાહુલ, ભાવેશ, પવન અને સાગર નામના ચાર ઇસમોની ધરપકડ કરી છે. આ સાથે જ SOGની ટીમે નકલી ચલણી નોટો છાપવાના મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નોટો કોના ઇશારે છાપવામાં આવતી હતી અને ક્યા ક્યા તેને મોકલવામાં આવી છે તેની પણ તપાસ હાથ ધરી છે.






