મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal news: પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સામે ભ્રષ્ટાચારનો આરોપ, પંચમહાલ ACBની મોટી કાર્યવાહી

રાજ્યના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં પં

Panchmahal news: પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સામે ભ્રષ્ટાચારનો આરોપ, પંચમહાલ ACBની મોટી કાર્યવાહી

રાજ્યના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં પંચમહાલ ACBએ તત્કાલિન સરકારી અધિકારી સામે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે  પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સ્નેહલકુમાર શાહ ભ્રષ્ટાતારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આવક કરતા વધુ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા ખળભળાટ મચ્યો છે.

સરકારી અધિકારીએ નોકરીના સમય દરમિયાન કર્યો હતો ભ્રષ્ટાચાર

ઉલ્લેખનીય છે કે સરકારી અધિકારી વર્ષ 2004 થી 2015 દરમિયાન કાર્યરત હતા, તે દરમિયાન આવક કરતા વધુની અપ્રમાણસર મિલકતો કરી હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ACBએ સરકારી અધિકારી વિરુદ્ધ હાલ ગુનો દાખલ કર્યો છે. 

આ સમાચાર શેર કરો