મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા કોર કમિટીની પ્રયાસ, જૂન મહિનાથી 500થી વધુ ઓફિસ એક સાથે થશે શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બુર્સને શરૂ થતાં જ વિવાદ થયો હોય તેમ ઓફિસો શરૂ થઈ

સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા કોર કમિટીની પ્રયાસ, જૂન મહિનાથી 500થી વધુ ઓફિસ એક સાથે થશે શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બુર્સને શરૂ થતાં જ વિવાદ થયો હોય તેમ ઓફિસો શરૂ થઈ નથી. ત્યારે બિલ્ડીંગ બનાવનારે પણ કેસ કર્યો છે. ત્યારે બુર્સના ચેરમેને રાજીનામું આપી દેતા નવી જ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગોવિંદ ધોળકિયાની અધ્યક્ષતામાં નવી કોર કમિટીની મિટીંગ મળી હતી. જેમાં જૂન મહિનાથી એક સાથે 500થી વધુ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

SDB માં ઓફિસો શરૂ કરાવવા માટે કમિટી ને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે. મિનીબજાર, મહિધરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે.કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે. SDB બનીને રેડી છે છતાં ઓફિસો ખુલી નથી રહી. ત્યારે એક સાથે જ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. જેથી એક સાથે જ ઓફિસો શરૂ કરવામાં આવશે.

કમિટી વતી લાલજીભાઈ પટેલએ કહ્યું કે, કોઈ વેપારીઓમાં નારાજગી નથી. જૂન મહિનાથી 4200 સભ્યોમાંથી જેમના ફર્નિચર પૂર્ણ થઈ ગયા છે તે ઓફિસ શરૂ કરવામાં આવશે. તમામ લોકો ઉત્સાહી છે. જેથી એક સાથે વાતાવરણ બનશે. ઉતાવળ કરવામાં આવશે નહી. ફ્લાઈટ પણ શરૂ થઈ ગઈ છે. વાતાવરણ સારું છે. માહોલ બનશે એટલે સારી રીતે કામગીરી કરાશે. સેલર અને બાયર્સ પણ વધુ આવવાના છે.

આ સમાચાર શેર કરો