VIDEO:"તલાટી પ્રમુખની બદલીથી વિવાદ, TDO પર ટકાવારીના ગંભીર આક્ષેપ"
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલીને

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલીને લઈને વિવાદ સર્જાયો છે. તલાટી નિશિત પંચાલે નસવાડી ટીડીઓ પર વિવિધ ગ્રાન્ટ અને વિકાસ કાર્યોમાં ટકાવારી માંગ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, સ્વચ્છતા ગ્રાન્ટ સહિતના કામોમાં ટકાવારી લીધા વગર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી અને તેમની બદલી પણ પૈસાના મુદ્દે કરવામાં આવી છે. બીજી તરફ, નસવાડી ટીડીઓએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટીડીઓના જણાવ્યા મુજબ, તલાટી વિરુદ્ધ અગાઉથી અનેક ફરિયાદો થઈ ચૂકી છે અને જિલ્લા સ્તરે થયેલી બદલી બાદ હવે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મામલે ચર્ચા ગરમાઈ છે.



