મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણપત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ નમાજ પઢતા વિવાદ, હિન્દૂ સંગઠનોમાં નારાજગી

મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના કેમ્પસના ખુલ્લા મેદાનમાં ત્રણ વિદ્યાર્થીઓ નમાજ પઢતા હોય

VIDEO: ગણપત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ નમાજ પઢતા વિવાદ, હિન્દૂ સંગઠનોમાં નારાજગી

મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના કેમ્પસના ખુલ્લા મેદાનમાં ત્રણ વિદ્યાર્થીઓ નમાજ પઢતા હોય તેવી વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોને લઈને હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે યુનિવર્સિટીના તંત્રએ ફરી આ પ્રકારનો બનાવ નહીં બને તેવી બાંયેધરી આપી હતી. જે બાદ મામલો થાળે પડ્યો હતો. એટલું જ નહીં જે જગ્યાએ નમાજ પઢવામાં આવી તે જગ્યાને ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો