મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: કંડલા પોર્ટ પર દબાણ હટાવવા મામલે સર્જાયો વિવાદ, કરોડોનું ટેન્ડર ઓફલાઈન બહાર પાડતા સવાલો ઉઠ્યા

કચ્છના દિન દયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ની જમીનો પરના દબાણો હટાવવાનો મામલો ફરી એકવાર ગરમાયો છે. પોર્ટ સત્તાધિશો દ્વાર

Kutch: કંડલા પોર્ટ પર દબાણ હટાવવા મામલે સર્જાયો વિવાદ, કરોડોનું ટેન્ડર ઓફલાઈન બહાર પાડતા સવાલો ઉઠ્યા

કચ્છના દિન દયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ની જમીનો પરના દબાણો હટાવવાનો મામલો ફરી એકવાર ગરમાયો છે. પોર્ટ સત્તાધિશો દ્વારા અંદાજે 5,000 એકર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો ઉઠતા તંત્ર શંકાના દાયરામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટની અબજો રૂપિયાની કિંમતની 5 હજાર એકર જમીન પરથી દબાણો હટાવવા માટે પોર્ટ સત્તાધિશોએ કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આજના ડિજિટલ યુગમાં આટલું મોટું ટેન્ડર ઓફલાઈન પદ્ધતિથી બહાર પાડવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પારદર્શિતા જાળવવાને બદલે ઓફલાઈન પ્રક્રિયા અપનાવીને અધિકારીઓ કોને ફાયદો કરાવી રહ્યા છે, તે એક મોટો પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો