મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાબા બાગેશ્વરના દરબારમાં કથિત રીતે ભૂત-પ્રેત ધુણાવવા મામલે વિવાદ, પોલીસમાં સુઓમોટો ગુનો નોંધવાની કરાશે અરજી

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કથિત રીતે જાહેરમાં ભૂત-પ્રેત ધુણાવવાના મામલે વિવા

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કથિત રીતે જાહેરમાં ભૂત-પ્રેત ધુણાવવાના મામલે વિવાદ વધુ ઘેરાયો છે. સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ડાકિની, શાકિની અને પિશાચિની જેવા દાવાઓ સાથે જાહેરમાં કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે પોલીસમાં સુઓમોટો ગુનો નોંધવાની અરજી કરવામાં આવશે.

પીપળીયાએ દાવો કર્યો કે સમગ્ર ઘટના પૂર્વનિયોજિત અને સર્જિત હતી, જે વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. પત્રકારો પર થયેલા હુમલાની તેમણે નિંદા કરી છે અને દરબારના આયોજકો સામે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો